નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીએ સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવાને લઇને કોગ્રેસ અને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. જેટલીએ ફેસબુક પર પોતાના બ્લોગમાં કહ્યું કે, કોગ્રેસ એ ભૂલી ગઇ છે કે ગાંધીની શૈક્ષણિક લાયકાતની એક સાર્વજનિક તપાસથી અનેક સવાલો ઉભા થઇ શકે છે. જેટલીએ આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસ અધ્યક્ષે કોઇ પણ પ્રકારની માસ્ટર્સ ડિગ્રી વિના એમ.ફિલ કર્યું છે.
જેટલીએ ફેસબુક પર લખ્યું કે, ભાજપના ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠાવનારા ભૂલી ગયા છે કે રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતાની સાર્વજનિક તપાસથી અનેક સવાલો ઉભા થઇ શકે છે. તેમણે કોઇ પણ પ્રકારના માસ્ટર્સની ડિગ્રી વિના એમ.ફિલની ડિગ્રી મેળવી છે.
જેટલીની આ ટિપ્પણી એવા સમયમાં આવી છે જ્યારે એક દિવસ અગાઉ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે તેમની કૈમ્બ્રિજનું સર્ટિફિકેટ કહે છે કે તેમનું નામ રાહુલ વિંસી છે અને તેમણે એમ.ફિલ કર્યું છે અને નેશનલ ઇકોનોમિક પ્લાનિંગ એન્ડ પોલિસીમાં ફેલ છે.
સ્વામીએ કૈમ્બ્રિજ યુનિવર્સિટીનું એક સર્ટિફિકેટ પણ ટ્વિટર પર પોસ્ટ કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાહુલ વિંસીને નેશનલ ઇકોનોમિક પ્લાનિંગ એન્ડ પોલિસીમાં 58 ટકા અંક જ્યારે કુલ 62.8 ટકા અંક હાંસલ થયા છે. સર્ટિફિકેટ કહે છે કે પાસિંગ માર્ક 60 ટકા છે. સ્વામીએ આ અગાઉ રાહુલ પર ચાર પાસપોર્ટ રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, તેમાં એક પાસપોર્ટ રાહુલ વિંસીના નામ પર છે.
માસ્ટર્સ કર્યા વિના રાહુલ ગાંધીને એમ.ફિલની ડિગ્રી મળી ગઇઃ અરુણ જેટલી
abpasmita.in
Updated at:
13 Apr 2019 08:53 PM (IST)
જેટલીએ ફેસબુક પર પોતાના બ્લોગમાં કહ્યું કે, કોગ્રેસ એ ભૂલી ગઇ છે કે ગાંધીની શૈક્ષણિક લાયકાતની એક સાર્વજનિક તપાસથી અનેક સવાલો ઉભા થઇ શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -