મુંબઈ: ટીવી સીરીયલ એફઆઈઆરમાં ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી જાણીતી કવિતા કૌશિકે પતિ રોનિત બિસ્વાસ સાથે યોગા કરતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કવિતા પતિ સાથે યોગા કરતી જોવા મળે છે. કવિતા અને રોનિતે પોતાના યોગની અલગ-અલગ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


કવિતા કૌશિક પોતાની ફિટનેસના કારણે જાણીતી છે. કવિતા પોતાની બોડીને ફિટ રાખવા માટે દરરોજ યોગ કરે છે. જેની તસવીરો પણ તે સોશિયલ મીડિયા પર શેર કરે છે.


કવિતાએ એકતા કપૂરની સીરિયલથી ટેલીવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને એફઆઈઆર સીરિયલમાં ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી લોકપ્રિયતા મળી હતી. એફઆઈઆર સાથે કવિતાએ કહાની ઘર ઘર કી, તુમ્હારી દિશા, સીઆઈડી સહિતની સીરિયલોમાં કામ કર્યું છે.