Arunachal Pradesh Election Result 2024 Live: અરૂણાચલ પ્રદેશમાં ભાજપે બહુમતનો આંકડો કર્યો પાર, સતત બીજી વખત સરકાર બનાવવા તૈયાર
Arunachal Pradesh Election Results Live Updates: અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની 60 બેઠકો છે. અહીં બહુમત માટે 31 સીટોની જરૂર છે. ભાજપે 10 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 02 Jun 2024 03:01 PM

બ્રેકગ્રાઉન્ડ
Arunachal Pradesh Election Results Live Updates: અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 એપ્રિલે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું....More
Arunachal Pradesh Election Results Live Updates: અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 એપ્રિલે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. અરુણાચલ પ્રદેશમાં એવા સમયે મતગણતરી થઈ રહી છે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો બે દિવસમાં આવવાના છે. રાજ્યમાં લોકસભાની બે બેઠકો માટે મતગણતરી મંગળવારે (2 જૂન) થશે.અગાઉ અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 જૂને થવાની હતી, પરંતુ ત્યાર બાદ તારીખો બદલવામાં આવી હતી કારણ કે સરકારનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું હતું કે મતોની ગણતરી 2 જૂને કરવામાં આવશે, જેથી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં પરિણામો જાહેર કરી શકાય. અરુણાચલ પ્રદેશની સાથે સિક્કિમમાં પણ આજે મતગણતરી ચાલી રહી છે.અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં 60 બેઠકો છે, પરંતુ માત્ર 50 બેઠકો પર જ મતદાન થયું હતું. તેનું કારણ એ છે કે અહીંની 10 વિધાનસભા બેઠકો પર ભાજપે બિનહરીફ ચૂંટણી જીતી છે. જે 10 સીટો પર ભાજપનો ઝંડો લહેરાયો છે તેમાંથી બે સીટો મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ડેપ્યુટી સીએમ ચૌના મેની પણ હતી. અરુણાચલમાં પહેલાથી જ બીજેપીની સરકાર છે અને તેને વિશ્વાસ છે કે આજની મતગણતરી બાદ તે ફરી એક વખત પરત ફરશે.અરુણાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સૈને જણાવ્યું હતું કે મતગણતરી સવારે 6 વાગ્યાથી શરૂ થશે. 25 જિલ્લા મથકોના 40 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી કરવામાં આવી છે. ત્યાર બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની ગણતરી થઈ રહી છે. પવન કુમારે આશા વ્યક્ત કરી હતી કે બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ જશે અને ચૂંટણી પરિણામો બધાની સામે હશે.
Arunachal Pradesh Election Result 2024 LIVE: ભાજપે અત્યાર સુધીમાં કેટલી બેઠકો જીતી?
અરુણાચલ પ્રદેશમાં હાલમાં મતગણતરી ચાલી રહી છે. ભાજપે અત્યાર સુધી 44 બેઠકો જીતી છે, જ્યારે તે બે બેઠકો પર આગળ ચાલી રહી છે.