નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય ગોયલને જવાબ આપતા કહ્યું કે, તેમને તેમના પર્સનલ સુરક્ષા અધિકારી નહીં, પણ મોદીજી જીવથી મારી નાખવા ઇચ્છે છે.



ગોયલે એક ટ્વીટમાં કહ્યું, ‘‘આ દુઃખદ છે કે તમે તમારા પીએસઓ પર શંક વ્યક્ત કરીને દિલ્હી પોલીસની ઇજ્જતની ધજ્જીયાં ઉડાવી દીધી છે. તમારા તમારી જાતેજ પોતાનો પીએસઓ રાખી લેવો જોઇએ અને જો તમને આ સંબંધમાં મારી કોઇ મદદ જોઇએ તો કહેજો. હું તમારી લાંબી ઉંમરની પ્રાર્થના કરુ છું.’’

આનો જવાબ આપતા કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું કે, ‘‘મારો પીએસઓ નહીં, પણ મોદીજી મને મારી નંખાવવા માંગે છે.’’


નોંધનીય છે કે, શનિવારે કેજરીવાલ દાવો કર્યો હતો કે, તેમનો પીએસઓ તેમને તે જ પ્રકારે મારી શકે છે, જેવી રીતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઇ હતી. તેમને કહ્યું હતું કે, બીજેપી તેમનો જીવ લેવા પાછળ પડી છે અને એક દિવસ તેમને મારી નંખાવશે.