અમદાવાદઃ ચૂંટણી પૂરી થતાં જ લોકોને મોંઘવારીનો મોટો માર પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રૂપિયા ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવવધારો આજે સવારથી અમલમાં આવી ગયો છે. એટલે કે તમે સવારમાં દૂધ ખરીદવા જશો ત્યારે લીટરે 2 રૂપિયા વધારે ચુકવવા પડશે. આ નિર્ણયના કારણે સામાન્ય લોકોને અસર થશે.




અમૂલ ગોલ્ડમાં પ્રતિ લીટરે રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ શક્તિમાં પણ પ્રતિ લીટરે રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ટી સ્પેશિયલમાં પ્રતિ લીટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે.


ભાવ વધારા બાદ નવા ભાવ પર નજર કરીએ તો અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમૂલ ટી સ્પેશિયલ અને અમૂલ કાઉ મિલ્ક જેવા 6 પ્રકારનું વેચાણ અમલમાં થાય છે. આ તમામ પર આવતીકાલથી 2 રૂપિયા વધારાના આપવા પડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2006થી અત્યાર સુધી અમલે 22 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.



દૂધની નવી કિંમતો - (500 મિલીલીટર, એક થેલી) - અમૂલ ડાયમંડ- 28 રૂપિયા, અમૂલ ગોલ્ડ - 27 રૂપિયા, અમૂલ શક્તિ - 25 રૂપિયા, અમૂલ તાજા - 21 રૂપિયા