રામપુરઃ સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુર લોકસભા બેઠક પરના ઉમેદવાર આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને વિવાદિત નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેને બીજેપી ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ નિવેદન આપ્યુ છે. અબ્દુલ્લાએ કહ્યું કે, 'અલી ભી હમારે હૈ, બજરંગબલી ભી ચાહિએ લેકિન અનારકલી નહીં.'



રામપુરમાં રવિવારે પિતા આઝમના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરતાં અબ્દુલ્લા ખાને કહ્યું કે, 'જે અમારા માથે ગુલામીનો કલંક હતો, તે ફરીથી લગાવવામાં આવશે. ચૂંટણી વિકાસના નામે લડાઇ રહી છે પણ વિકાસ ના તો 2014માં થયો અને ના 20174માં થયો. અહીં જિલ્લો તો દુર પણ કબ્રસ્તાનની બાઉન્ડ્રીની નથી બનાવાઇ.' અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, 'અલી પણ અમારા છે, બજરંગબલી પણ જોઇએ છે, પણ અનારકલી નથી જોઇએ.'


અબ્દુલ્લા આઝામ ખાન ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ પાન દરેબામાં પિતા આઝમ ખાનની સાથે એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન યોજાવવાનું છે. અહીં સપા ઉમેદવાર આઝમ ખાનની સામે બીજેપીની જય પ્રદા લડી રહી છે.