અમદાવાદ: લોકસભાની ચૂંટણીની ગરમીની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પણ અતિ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આગામી 4 દિવસમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે, સમગ્ર ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનથી 23મીએ ગરમીના પ્રમાણમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. ચાર દિવસ પહેલાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાથી છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં ઠંડ છે.

વાતાવરણની વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જેમા વેરાવળ, પોરબંદર અને દિવ જેવા દરિયા કિનારાવાળા વિસ્તારમાં ગરમીનું પ્રમાણે વધશે. 23 એપ્રિલે ચૂંટણીમાં મતદાન કરવા જતાં મતદારો માટે મુશ્કેલીઓ વધી શકે છે. તેઓએ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન કરવું પડશે.