આંધ્રપ્રદેશઃ મતદાન બુથની બહાર બે પાર્ટીઓના કાર્યકર્તાઓએ કરી છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ
abpasmita.in | 11 Apr 2019 03:21 PM (IST)
મતદાન દરમિયાન આંધ્રપ્રદેશના બંદરલાપલ્લીની પુથલપટ્ટુ લોકસભા બેઠક પર કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઇ ગયુ, અહીં મતદાન કેન્દ્રની બહાર ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓ છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યા
અમરાવતીઃ આંધ્રપ્રદેશમાં ગુરુવારે અનેક જગ્યાએ મતદાન શરૂ થયા બાદ તેલુગુ દેશમ પાર્ટી અને વાઇએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ. વળી કેટલીક જગ્યાએ ઇવીએમમાં ખામીના કારણે મતદાન પ્રક્રિયા મોડી શરૂ થઇ હતુ. મતદાન દરમિયાન આંધ્રપ્રદેશના બંદરલાપલ્લીની પુથલપટ્ટુ લોકસભા બેઠક પર કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઇ ગયુ, અહીં મતદાન કેન્દ્રની બહાર ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓ છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યા. જોકે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો. આંધ્રપ્રદેશમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે.