ખરેખર, મેચ પહેલા પ્રિતીએ પંજાબની ટીમની સાથે બસમાં મુસાફરી કરી આ દરમિયાન ટીમન આફઘાન ખેલાડી-સ્પિનર મુઝીબ ઉર રહેમાન સાથે પ્રિતીએ મજાકીયા અંદાજમાં વાતો કરવાનું શરૂ કર્યુ, પ્રિતીએ મસ્તીમાં જ ખેલાડી સાથે આફઘાન ભાષા પશ્તોમાં વાતો કરી હતી. આનો વીડિયો ખુદ પ્રિતી ઝિન્ટાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.
વીડિયોમાં પ્રિતી અને મુઝીબ પશ્તોમાં વાત કરી રહ્યાં છે.