Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ

મતદાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનોને લઈને વિવાદો થવા લાગ્યા છે બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ એક નિવેદનને લઈને રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 Apr 2024 02:47 PM
રાહુલ ગાંધીના રાજા રજવાડા નિવદેન પર પી ટી જાડેજાએ શું કહ્યું

રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ અંગે વિવાદિત નિવેદનનો મામલે સંકલન સમિતિના સભ્ય ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે, રાજા રજવાડાઓ એ તો આપ્યું છે,કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે,અમારી લડાઈ નારી અસ્મિતાની છે,જે ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અંગે નિવેદન આપ્યું છે,જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવાર વિરુધ્ધ મતદાન કરાવવું તે જ રહેશે, રૂપાલાના નિવેદન વખતે હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ કેમ ટ્વીટ નહોતા કરતા, ભાજપનો વિરોધ ચાલુ જ રહેશે કારણ કે રૂપાલાએ નારીઓનું અપમાન કર્યું છે.

ચૂંટાયેલા સભ્યોને સી આર પાટીલે શુ કરી ટકોર 

ચૂંટાયેલા સભ્યોને સી આર પાટીલે ટકોર કરતાં કહ્યું, તમે તમારી મહેનતથી નહીં કાર્યકરોની મહેનત અને મોદીજીના નામથી જીત્યા છો. કાર્યકરોનું અપમાન બિલકુલ ચલાવી લેવામાં નહિ આવે. વિધાનસભામાં 156 જીત્યા તેનું કારણ પણ પ્રધાનમંત્રી મોદીજીની લોકપ્રિયતા જ છે.

Lok Sabha Elections Live: કાર્યકર્તા કારણે જ આજે ભાજપ વર્ષોથી સત્તામાં છેઃ પાટીલ 

ભાજપ પ્રદેશ પ્રમુખે મોડાસામાં કાર્યકર્તા સંમેલનમાં કહ્યું, કાર્યકર્તાઓના કારણે જ આજે ભાજપ વર્ષોથી સત્તામાં છે. ભાજપના કાર્યકર પર લોકોને વિશ્વાસ છે, કોરોનામાં પણ ભાજપનો કાર્યકર ફિલ્ડમાં કામ કરતો હતો. મતદાતાઓ મોદી સાહેબના નામ પર મત આપે છે.

Lok Sabha Elections Live: મોડાસામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું

મોડાસામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મંત્રી  હાજર  રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો.

Lok Sabha Elections Live: પ્રદીપસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજને શું કરી અપીલ

પ્રદીપસિંહ વાઘેલાના જય માતાજી. ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ આપ સૌને વિનમ્નતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ અને બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે. જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા- ભોમની રક્ષા માટે આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે.





Lok sabha Election Live :રાહુલના નિવેદન પર રાજકોટ ક્ષત્રિય સમાજના લોકોની પ્રતિક્રિયા

રાહુલના નિવેદન પર રાજકોટ ક્ષત્રિય સમાજના લોકોએ  પ્રતિક્રિયા આપી છે. નારી અસ્મિતાથી વિશેષ કોઈપણ વસ્તુ નથી હોતી. નારી અસ્મિતા સિવાય અમારો કોઈ મુદ્દો નથી. નારી અસ્મિતા જ અમારો મુખ્ય મુદ્દો છે. બીજા મુદ્દે અમને કોઈ ભટકાવવાનો પ્રયાસ ન કરે

Lok sabha Election Live :દેશના PMએ સંસદમાં રાજાઓનું અપમાન કર્યુ

દેશના PMએ સંસદમાં રાજાઓનું અપમાન કર્યુ છે. શક્તિસિંહે મોબાઈલમાં વીડિયો પ્લે કરી આરોપ લગાવ્યો છે. ભાજપે ક્ષત્રિય સમાજને તોડવાનો કર્યો પ્રયાસ કર્યો છે. શક્તિસિંહે કહ્યું કે  ગુજરાતની બેનોએ રાજા-મહારાજાઓની અસ્મિતાની લડાઈ લડી છે. તમામ સમાજ એક થઈને રાજા-રજવાડાઓની અસ્મિતા માટે લડાઈ લડી રહ્યાં છે. ભાજપને ગામેગામ વિરોધનો સામનો કરવાનો પડી રહ્યો છે.

Lok sabha Election Live :રાહુલ ગાંધીના નિવેદન પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે  પ્રતિક્રિયા આપી છે. ભાજપ રાજપૂતોમાં ભાગલા પડાવવા માગે છે.રૂપાલાને ભાજપ નહિ હટાવીને અહંકાર દાખવે છે. શક્તિસિંહે  કહ્યું કે,ભાજપ વિકૃત રીતે વાતોને રજુ કરે છે.

Lok sabha Election Live : રાહુલના નિવેદન પર રાજકોટના ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા

રાહુલના નિવેદન પર રાજકોટના ક્ષત્રિય સમાજે  પ્રતિક્રિયા  આપતા કહ્યું કે,અમારો વિરોધ ફક્ત રૂપાલાની સામે છે. જેને ક્ષત્રિય સમાજના મહિલનું અપમાન કર્યું છે. સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. તો નયનાબાએ રાહુલના વીડિયોએ એડિટેડ ગણાવ્યો હતો,સંઘવીએ પોસ્ટ કરેલા વીડિયોને નયનાબાએ એડિટેડ ગણાવ્યો છે અને કહ્યું કે, સંઘવી અને ભાજપ ભરમાવવાનું બંધ કરે છે.  

Lok sabha Election Live :રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની આવતીકાલે સ્કૂટર રેલી

રાજકોટના પાટીદાર વિસ્તારમાંથી સ્કૂટર રેલી નીકળશે. જેમાં  કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે.આગવા અંદાજમાં પરેશ ધાનાણી પ્રચંડ પ્રચાર કરશે. રાજકોટના હરિધવા રોડથી, અટીકા ફાટક વિસ્તાર,ઢેબર રોડ, ગોંડલ રોડ,પી.ડી માલવયા વિસ્તાર સ્વામિનારાયણ ચોક,માયાણી ચોક સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં આ વિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો જોડાશે.પરેશ ધાનાણી ઉપરાંત શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી, યુવક કોંગ્રેસના આગેવાનો અને એનએસયુઆઈના આગેવાનો જોડાશે.

Lok sabha Election Live : રાજા-મહારાજાઓ પર રાહુલના નિવેદનથી ગરમાઈ રાજનીતિ

રાજા-મહારાજાઓ પર રાહુલના નિવેદનથી રાજનીતિ ગરમાઇ છે. ભાજપ નેતા અમિત માલવીયએ રાહુલ ગાંધીનો વીડિયો શેયર કર્યો છે. તેમાં તેમણે કહ્યું કે, રાજા-મહારાજાઓના રાજમાં જે પણ તે ઈચ્છતા તે કરી દેતા. કોઈની પણ જમીન તેઓ ઉઠાવીને લઈ જતા. આ સાથે માલવીયએ રાહુલ ગાંધી પાસે  માફીની માગ કરી છે  

Lok sabha Election Live : પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં 2 જનસભા સંબોધશે

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં  2 જનસભા સંબોધશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધી તો બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીની જનસભા છે. સોમવારે રાહુલ ગાંધી પાટણમાં જનસભાને સંબોધશે. 30 એપ્રિલથી 3 મે વચ્ચે એક એક જનસભાને સંબોધિત કરશે.  

Lok sabha Election Live : રાહુલ ગાંધીના નિવેદન પર સી.આર.પાટીલની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના નિવેદન પર સી.આર.પાટીલએ  પ્રતિક્રિયા આપી છે. પાટીલે કહ્યું કે, કૉંગ્રેસની માનસિકતા લોકો સામે ઉજાગર થઈ. વિરાસતની સંપતિને લઈને પણ પાટીલે  કૉંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહયું કે, ભાજપ કોઈપણ સંજોગોમાં કૉંગ્રેસના કરતૂતો નહીં ચલાવે

Lok sabha Election 2024 Live: લોકસભાની ચૂંટણીને લઈ આજે પ્રચારનો સુપર સન્ડે

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ આજે  ઝંઝાવતી પ્રચાર કરશે. રક્ષામંત્રી રાજનાથસિંહ, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ....સંઘ પ્રદેશ દિવ દમણમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચંડ પ્રચાર  કરશે....અમદાવાદ,ખંભાત અને ભાવનગરમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રચાર કરશે.......અમદાવાદમાં સામાજિક સંવાદ કાર્યક્રમમાં રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે.....તો ખંભાત અને ભાવનગરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં રાજનાથસિંહ જનસભાને સંબોધિત કરશે...સંઘ પ્રદેશ દમણમાં કૉંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ માટે રોડ શો કરીને રાહુલ ગાંધી સં જનસભા બોધશે....કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે..તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહનો ભાવનગરમાં કરશે ઝંઝાવાતી પ્રચાર.. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં સંજયસિંહ પદયાત્રા કરી  સભાને સંબોધિત કરે  આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

Lok sabha Election 2024 Live:રાહુલ ગાંધીનું નિવેદન અપરિપક્વ સમાનઃડૉ.યજ્ઞેશ દવે

ભાજપ પ્રવક્તા સમાનઃડૉ.યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે, તૃષ્ટીકરણ કરવાની કૉંગ્રેસની નીતિ છે તો બીજીતરફ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યું કે,  વીડિયોની કોઈ પુષ્ટી ન કરી શકે, જનતાના મિજાજનો પરચો ભાજપને મળી રહ્યો છે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથીઃ

Lok sabha Election 2024 Live:રાહુલ ગાંધી પર પ્રદેશ ભાજપના પ્રહાર

રાહુલ ગાંધી પર પ્રદેશ ભાજપે પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ ભારતના રાજવીઓનું ઘોર અપમાન કર્યું છે. ભારતની એક્તા અને વિકાસમાં રાજવીઓનું અમૂલ્ય યોગદાન છે. આ અપમાનનો જવાબ કૉંગ્રેસને ચોક્કસ મળશે

Lok sabha Election 2024 Live:ચાર બેઠકો પર પ્રચંડ પ્રચાર બાદ ગાંધીનગરમાં અમિત શાહની બેઠક

ગાંધીનગરના ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ સાથે અમિત શાહે  બેઠક કરી છે. ધારાસભ્ય,પ્રમુખ, મહામંત્રી, વોર્ડ પ્રમુખો સાથે  બેઠક કરી છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો  અભ્યાસ કર્યો છે.બુથ પ્રમુખો, કાર્યકર્તાઓની કામગીરીની શાહે  સમીક્ષા કરી છે.

Lok sabha Election 2024 Live: પ્રથમવાર પ્રદેશ ભાજપ અને કૉંગ્રેસના અધ્યક્ષ સામસામે

રાજા-મહારાજાઓ પર રાહુલની ટિપ્પણીથી રાજનીતિ ગરમાઇ છે. સી.આર.પાટીલે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પર સવાલ  ઉઠાવ્યા છે.તો શક્તિસિંહે સી.આર.પાટીલ પર જ કર્યો શાબ્દિક પ્રહાર કર્યો છે. સંઘવીએ રાહુલ ગાંધીનો વીડિયો સોશલ મીડિયા પર પોસ્ટ  કર્યો છે. રાહુલે કહ્યું. રાજા-મહારાજાઓના રાજમાં જે પણ તે ઈચ્છતા તે કરી દેતા,કોઈની પણ જમીન તેઓ ઉઠાવીને લઈ જતા.

Lok sabha Election 2024 Live: રાહુલના નિવેદન સાથેની હર્ષ સંઘવીની પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયા

રાહુલના સમર્થન અને રાહુલના વિરોધમાં એમ બે પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ સમર્થિત ક્ષત્રિયોએ રાહુલના નિવેદનની  ટીકા કરી છે. કૉંગ્રેસ સમર્થિત ક્ષત્રિયોએ વીડિયાનો ફર્જી  ગણાવ્યો છે. રવિન્દ્ર જાડેજાના બેન નયનાબાએ ભાજપની કરી ટીકા કરી છે. નયનાબાએ વીડિયોને એડિટેડ ગણાવ્યો છે

Lok sabha Election 2024 Live: બે તબક્કામાં થયેલા ઓછા મતદાન પર અમિત શાહનું આંકલન

બે તબક્કામાં થયેલા ઓછા મતદાન પર અમિત શાહનું આંકલન કર્યું છે. કે. ન્ડિયા ગઠબંધનને  ઓછા મતદાનથી નુકસાન છે. બે  તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીના સુપડા સાફ થઇ ગયા છે. એક તરફી મતદાનથી પ્રથમ બે તબક્કામાં મતદાન ઘટ્યું. પ્રથમ તબક્કામાં  સરેરાશ 64 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં સરેરાશ 61 ટકા મતદાન થયું છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha Election 2024 Live:મતદાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ નેતાઓના નિવેદનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે, ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ નિવેદન બદલ રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી છે. અમિત માલવિયાએ રાજપૂત સમુદાય પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો વીડિયો શેર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને તાત્કાલિક રાજપૂત સમુદાયની માફી માંગવાની માંગ કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 24 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે.


લોકસભા ચૂંટણી 2024માં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર આપેલા નિવેદનનો વીડિયો શેર કર્યો છે અને રાહુલ ગાંધી પાસેથી રાજપૂત સમુદાયની તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે.


પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન પર અમિત માલવિયાએ કહ્યું છે કે આ વાંધાજનક ટિપ્પણી માટે રાહુલ ગાંધીએ તરત જ રાજપૂત સમુદાયની માફી માંગવી જોઈએ. વાસ્તવમાં, અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 24 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે.


જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે, “રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી, લોકશાહી લાવી અને દેશ માટે બંધારણ મેળવ્યું.


પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીથી રાજપૂત સમાજમાં રોષ


આ પહેલા ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજપૂત સમાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેની અસર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ જોવા મળી હતી. પુરુષોત્તમ રૂપાલાની ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ સતત ભાજપનો વિરોધ કરી રહ્યો છે. જો કે પુરૂષોત્તમ રૂપાલાએ પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.