કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાર્દિકના નજીકના મનાતા ગીતા પેટલ પર પસંદગી ઉતારવામાં આવી છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આંદોલનમાં સક્રીય છે. તેમજ અન્ય મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યા છે. ગીતા પટેલે આ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસ દ્વારા પાટીદાર કાર્ડ ખોલતાં ભાજપે પણ સામે પાટીદાર ઉમેદવાર ઉતાર્યો છે. ભાજપે અમરાઇવાડીના વર્તમાન ધારાસભ્ય હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આંદોલનની અસર હોવા છતા પણ તેઓ ભાજપની ટિકીટ પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં જીતી આવ્યા હતા.