મેનકા ગાંધીએ મુસલમાનોને આપી ધમકી, કહ્યું, - મત નહી આપો અને કામ માટે આવશો તો એજ થશે....સમજી રહ્યા છો તમે!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Apr 2019 06:10 PM (IST)
મેનકા ગાંધી કહી રહ્યા છે કે, 'હું જીતી રહી છૂ લોકોની મદદ અને પ્રેમના કારણે... પરંતુ મારી જીત મુસલમાનો વગર હશે તો, મને વધારે સારૂ નહીં લાગે, કેમ કે, હું એટલું જણાવી દઉ કે, દિલ ખુબ દુખે છે. પછી જ્યારે કોઈ મુસલમાન આવે છે કામ માટે તો હું વિચારૂ છૂ કે રહેવા જ દઉ, શું ફરક પડે છે? આખરે નોકરી એક સૌદેબાજી જ તો હોય છે.
સુલ્તાનપુર: સુલ્તાનપુર જિલ્લાના તુરાબકાનીમાં ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ એક સભાને સંબોધન કરતા વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હું જીતી રહી છું, લોકોની મદદ અને પ્રેમના કારણે જીતી રહી છું. પરંતું જો મારી જીત મુસલમાન વગર થશે તો મને સારૂ નહી લાગે. મેનકા ગાંધી કહી રહ્યા છે કે, 'હું જીતી રહી છૂ લોકોની મદદ અને પ્રેમના કારણે... પરંતુ મારી જીત મુસલમાનો વગર હશે તો, મને વધારે સારૂ નહીં લાગે, કેમ કે, હું એટલું જણાવી દઉ કે, દિલ ખુબ દુખે છે. પછી જ્યારે કોઈ મુસલમાન આવે છે કામ માટે તો હું વિચારૂ છૂ કે રહેવા જ દઉ, શું ફરક પડે છે? આખરે નોકરી એક સૌદેબાજી જ તો હોય છે. આપણે બધા મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ તો છીએ નહીં કે બસ આપતા જ જઈએ અને પછી ઈલેક્શનમાં માર ખાતા જઈએ. આ જીત તમારા વગર પણ થશે, તમારી સાથે પણ થશે. હરિયાણા: આમ આદમી પાર્ટીએ JJP સાથે કર્યું ગઠબંધન, જાણો કેટલી બેઠકો પર લડશે ચૂંટણી ?