નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં હવે નિવેદનોની મારામારી શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશનાં બલિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે બહુજન સમાજવાદી પાર્ટીની પ્રમુખ માયાવતી અંગે વિવાદીત ટિપ્પણી કરી છે. સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, માયાવતી પોતે રોજ ફેશિયલ કરાવે છે, તે શું અમારા નેતાઓને શોખીન કહેશે. સુરેન્દ્ર સિંહે કહ્યું કે, માયાવતીની ઉંમર થઈ ગઈ છે. તેમ છતાં તે પોતાની જાતને જવાન કહે છે.
સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, માયાવતી જી તો પોતે ફેશિયલ કરાવે છે તો તે કઈ રીતે અમારા નેતાને શોખીન કહી શકે છે. જો કોઈ કપડાં પહેરે છે તો કપડાં પહેરવા એ કોઈ શોખ નથી.
સુરેન્દ્ર સિંહે કહ્યું કે, શોખની વાત તો એ છે કે, માયાવતી રોજ વાળ રંગાવીને પોતાની જાતને જવાન સાબિત કરી રહી છે. જે 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોવા છતાં બધાં વાળ કાળાં છે. આને કહેવાય બનાવટી શોખ. અમારા મોદીજી તો સ્વચ્છ કપડાં પહેરે છે.