સુરેન્દ્રનગર: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાતના 5 વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં ચાર બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા હતાં. જોકે એક બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યને પદ પરથી દૂર કર્યા છે જેના કારણે આ બેઠકો ખાલી પડી છે. આ તમામ બેઠકોની પેટા ચૂંટણી 23મી તારીખે યોજાવાની છે.



ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ લેવામાં આવી હતી. ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાડ્યો છે. આ સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કોંગ્રેસના પ્રભારી બળદેવભાઈ લુણી, પ્રદેશ મહામંત્રી ગુણવંત મકવાણા, જીલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ, ગીતા પટેલ સહિતના પાટીદારોમાં ઉપસ્થિત રહ્યા હતાં.



જોકે મહત્વની વાત એ છે કે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે 30 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ગીતા પટેલ અને કિશોર ચીખલીયા સહિત 30 જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં કિશોર ચીખલીયા અને ગીતા પટેલનું સૌથી મોખરે ચાલી રહ્યું છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે આ બેઠક પર કોંગ્રેસ કયા ઉમેદવારને ટીકિટ આપે છે. Congress from Dhrangadhra seat Ticket