નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારના નામની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં હરિયાણાની 2 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો અને રાજસ્થાનની 1 બેઠક સામેલ છે. ભાજપે કેંદ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના દિકરા બૃજેન્દ્ર સિંહેને હરિયાણાની હિંસાર બેઠક પરથી ટિકિટ આપી છે.


ભાજપે મધ્યપ્રદેશના ખજુરાહોથી વિષ્ણુ દત્ત શર્મા અને રતલામથી જીએસ ડામોરને ટિકિટ આપી છે. મધ્યપ્રદેશની ધાર બેઠક પરથી છતરસિંહ દરબારને ટિકિટ આપી છે. રાજસ્થાનની દોસા બેઠક પરથી જસકૌર મીણાને ટિકિટ આપી છે.

વિપક્ષોએ ફરી ઉઠાવ્યો EVMમાં છેડછાડનો મુદ્દો, સુપ્રીમ કોર્ટમાં કરશે ફરિયાદ