લખનઉ: કેન્દ્રીય મંત્રી અને એમઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની વિરુદ્ધ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારીપત્રની એફિડેવિટમાં ખોટી માહિતી આપવા પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ લખનઉના કૉંગ્રેસ લઘુમતી સેલના અધ્યક્ષ તૌહીદ સિદ્દીકીએ નોંધાવી છે.


સિદ્દીકીએ ફરિયાદમાં કહ્યું છે કે, ‘સ્મૃતિ ઈરાનીએ 2014ની લોકસભા ચૂંટણી માટે પોતાનું નોમિનેશન એફિડેવિટ ચૂંટણીપંચને સોંપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ 1994 માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સમાં ડિગ્રી પૂર્ણ કરી છે. પરંતુ 2019માં લોકસભા ચૂંટણી માટે ભરેલા ઉમેદવારીપત્રની એફિડેવિટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડિગ્રી પૂરી કરી નથી.’

સ્મૃતિ ઇરાની પર ચૂંટણી આયોગને ખોટી માહિતી આપવાનો આરોપ લગાવતા સિદ્દીકીએ કહ્યું કે ‘તેઓ ચૂંટણીપંચને ખોટુ બોલ્યા છે અને પોતાના એફિડેવિટ જે પ્રસ્તુત કરી છે પણ બનાવટી હોય તેવું પ્રતિત થાય છે. આ વિશ્વાસઘાતનું કાર્ય છે. ’ સિદ્દીકીએ સ્મૃતિ ઈરાની સામે ઉચિત તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.

માસ્ટર્સ કર્યા વિના રાહુલ ગાંધીને એમ.ફિલની ડિગ્રી મળી ગઇઃ અરુણ જેટલી

મતદાન કરવાની અપિલ કરનારી આ એક્ટ્રેસ જ ભારતમાં નથી આપી શકતી વૉટ, જાણો કારણ

PM મોદીની સામે મેદાનમાં ઉતર્યો મોદીનો હમશકલ, પણ આ એક કારણસર ફસાઇ ગયો, ચૂંટણી પંચે ફટકારી નોટિસ

ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે અમેઠી સંસદીય ક્ષેત્રથી પોતાનું ઉમેદવારી નોંધાવી હતી. 2014ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને લગભગ એક લાખ મતથી હરાવ્યા હતા.

સ્મૃતિ ઇરાનીની ડિગ્રીને લઈને ફરીથી શરૂ થયો વિવાદ, જુઓ વીડિયો