નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપે ક્યારેય નથી કહ્યું કે, લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપે ક્યારેય આવું વચન આપ્યું નથી જેમાં 15 લાખ રૂપિયા લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની વાત કહેવામાં આવી હોય. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહે આ વાત કહી છે.
ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ક્યારેય લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાની વાત કરી જ નથી. આ ઉપરાંત રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપે કયારેય કહ્યું ન હતું કે લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. ગૃહ મંત્રીએ કહ્યું કે સરકારે કાળા ધન વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. અમારી સરકારના શાસનમાં જ બ્લેક મનીની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ હતી.
રાજનાથ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જાતિ, સંપ્રદાય અને ધર્મના નામે રાજકારણ ન થવું જોઈએ. આ ઉપરાંત તેમણે મધ્યપ્રદેશના સીએમ કમલનાથના અંગત લોકોના ઘરે આઈટીના દરોડા રાજકીય હાથ હોવાની આશંકાઓ પર કહ્યું કે, એજન્સીઓ ઈનપુટ્સના આધારે જ કાર્યવાહી કરે છે.