Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજ્યમાં રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના ફોર્મ ભરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. ત્યારે પૂજાવંશના ફોર્મને અમાન્ય રાખવાની ફરિયાદ થઇ છે.જાણીએ શું છે સમગ્ર મામલો
કોંગ્રેસના પૂજા વંશે ઉના બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ ઉમેદવારી ફોર્મને અમાન્ય રાખવા માટે ભાજપના ઉમેદવાર કાળુભાઇ રોઠેડે રજૂઆત કરી છે. કાળુભાઇ રાઠોડે આ માટે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કાળુ રાઠેડે ફરિયાદ કરતા પૂજા વંશ પર ફોર્મમાં કેટલીક વિગત છુપાવી હોવાનો આરોપ લગાવ્યો છે.
Gujarat Election 2022: ભાજપ હજુ આ ચાર સીટના ઉમેદવારો નથી કરી શક્યું જાહેર, જાણો ક્યાં કોકડું ગુંચવાયું
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, જેમાં ખેરાલુ, માંજલપુર અને માણસા સહિત 4 બેઠક પર કોને ટિકિટ આપવી તે નક્કી થઈ શક્યું નથી. આ અંગે દિલ્હીમાં મનોમંથન ચાલુ છે. જ્ઞાતિગત સમીકરણો અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીમાં આ કોકડું ગુંચવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચૂંટણીના દિવસે સ્કૂલો-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહેશે
ગુજરાતમાં બ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલો-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે.સ્કૂલો-કોલેજોમાં મતદાન મથક પણ રાખવામા આવે છે જેથી વ્યવસ્થાના ભાગરૃપે તેમજ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે સ્ટેચ્યુટરી જોગવાઈ મુજબ રજા આપવામા આવતી હોય છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન છે ત્યારે આ 89 બેઠકો-મતવિસ્તારો છે ત્યાંના જીલ્લાની તમામ સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાંથી માંડી સરકારી કચેરીઓમાં 1 ડિસેમ્બરે જાહેર રજા રહેશે. ઉપરાંત પાંચમી ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન છે.જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. 5 ડિસેમ્બરે આ જિલ્લાઓની સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓથી માંડી સરકારી કચેરીઓમાં રજા રહેશે. શિક્ષકો,અધ્યાપકોથી માંડી વહિવટી કર્મચારીઓ સહિતના મોટા ભાગના સરકારી કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે ઉપરાંત સ્કૂલો-કોલેજોમાં મતદાન મથકો રાખવામા આવે છે અને વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણીના દિવસે જાહેર રજા આપવામા આવે છે.
સોમવારે ભાજપે જાહેર કર્યા 16માંથી 12 ઉમેદવારો
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ સોમવારે રાત્રે 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી. ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. હિંમતનગરથી વીડી ઝાલાને ટિકિટ આપી છે. ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે. કલોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાબાદથી અર્જૂન સિંહ ચૌહાણને ટિકિટ મળી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભૂરિયાને ટિકિટ મળી છે. જેતપુર બેઠક પરથી જયંતીભાઈ રાઠવાને ટિકટ મળી છે. સયાજીગંજ બેઠક પરથી કેયુર રોકડિયાને ટિકિટ મળી છે.
ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. પ્રથમ રાઉન્ડમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે અને મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ આ તમામ બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે.