Rajasthan Royals Team: આઇપીએલની પહેલી સિઝનની ચેમ્પીયન ટીમ રહેલી રાજસ્થાન રૉયલ્સની ટીમ 2023 ઇન્ડિયન પ્રીમિયર લીગના પહેલા એક મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. ખરેખરમાં રિપોર્ટ છે કે, ટીમના દિગ્ગજ ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિનને રિલીઝ કરી શકે છે. અશ્વિન ગયા વર્ષે જ રાજસ્થાન રૉયલ્સમાં જોડાયો હતો, તેમના નામની બોલી મિની ઓક્શનમાં લાગી શકે છે. 


અશ્વિનની રિલીઝ કરી શકે છે રાજસ્થાન રૉયલ્સ - 
ભારતીય ટીમની દિગ્ગજ સ્પીનર રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન રૉયલ્સ રિલીઝ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર, આની પુરેપુરી તૈયારી કરી લેવામાં આવી છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યુ કે રાજસ્થાન અશ્વિનને ટ્રેડ દ્વારા રિલીઝ કરશે કે અશ્વિન મિની ઓક્શનમાં દેખાશે. અશ્વિન રાજસ્થાન ટીમનો એક મહત્વનો ખેલાડી રહ્યો છે. તેને વર્ષ 2022 આઇપીએલમાં કમાલની બૉલિંગ કરીને બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. અશ્વિનના દમદાર પ્રદર્શન પર જ રાજસ્થાનની ટીમ આઇપીએલની ફાઇનલ સુધી પહોંચી શકી હતી.  


રાજસ્થાન રૉયલ્સ -


રિટેન ખેલાડી - સંજૂ સેમસન, યશસ્વી જાયસ્વાલ, યુજેવેન્દ્ર ચહલ, શિમરૉન હેટમાયર, ટ્રેન્ટ બૉલ્ટ, જિમી નિશામ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, ઓબેડ મેકૉય.


રિલીઝ ખેલાડી - રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, ડેરિલ મિશેલ, રસ્સી વાન ડેર ડુસેન, કૉર્બિન બૉસ.  


IPL Retention 2023: 23 ડિસેમ્બરે થશે IPL મિની ઓક્શનનું આયોજન 
IPL ટીમો માટે રિટેન કરાયેલા અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદીને અંતિમ રૂપ આપવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત લગભગ તમામ ટીમોએ તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. વાસ્તવમાં મેગા ઓક્શનનું આયોજન ગયા વર્ષે એટલે કે વર્ષ 2022માં કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે આઈપીએલની મીની હરાજી થશે. IPL મિની ઓક્શન 2023 કોચીમાં આયોજિત કરવામાં આવશે.


અહીં લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જુઓ


IPL મીની ઓક્શન 2023નું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL મીની ઓક્શન 2023 જોઈ શકશે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે IPL મીની ઓક્શન 2023 નું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર કરવામાં આવશે. જો કે, હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી કે IPL મીની ઓક્શન 2023 નું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર કરવામાં આવશે કે નહીં. આ હરાજી ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.