ફેસબુક એન્ડ લાઇબ્રેરીના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી 30 માર્ચ વચ્ચે 51,810 રાજકીય વિજ્ઞાપનો પર 10.32 કરોડ રૂપિયાથી વધારે રાજકીય પક્ષો દ્વારા ખર્ચ કરવામાં આવી હતી. જેમાં બીજેપી અને તેના પ્રચાર સંબંધિત વિજ્ઞાપનો પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ફેસબુકના કહેવા પ્રમાણે વિજ્ઞાપન રાજનીતિ અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાથી સંબંધિત હતી.
બીજેપી દ્વારા 1100 વિજ્ઞાપન આપવામાં આવી હતી અને તેના પર આશરે 36.2 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ફેસબુક પર 410 વિજ્ઞાપ આપી અને પાર્ટીએ આ દરમિયાન વિજ્ઞાપન પર 5.91 લાખ રૂપિયા ખર્ચ કર્યા. જ્યારે બીજેડીએ 8.56 લાખ રૂપિયા, ટીડીપીએ 1.58 લાખ રૂપિયા રૂપિયા, એનસીપીએ 58,355 રૂપિયા ખર્ચ કર્યો.
ભારતમાં ફેસબુકના 20 કરોડ યૂઝર્સ છે. એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ પર વિજ્ઞાપન આપવાના મામલે ભાજપે તમામ રાજકીય પક્ષોને પાછળ રાખી દીધા હતા. રાજકીય પક્ષો દ્વાર ફેબ્રુઆરી 2019 સુધી વિજ્ઞાપનો પર 3.76 કરોડ ખર્ચ કર્યા છે.
'હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી હિંસક ધર્મ' કોંગ્રેસ મહિલા ઉમેદવારના નિવેદનથી બબાલ, બીજેપી કરી પોલીસ ફરિયાદ
મેદાનમાં મેડમજી: લોકસભા ચૂંટણીમાં નેતાઓની પત્નીઓ કઈ રીતે કરી રહી છે મદદ?