ચેન્નાઇઃ તામિલનાડુના વિરુદ્ધનગરમાં ચૂંટણી રેલીમાં ખાલી ખુરશીઓના ફોટા પાડવાને લઇને ભડકેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પત્રકારો પર હુમલો કરી દીધો. આ ઘટનામાં કેટલાય પત્રકારો ઘાયલ થયા હતા. પત્રકારોની ધૂલાઇનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લઇને કોંગ્રેસ સામે લોકો રોષે ભરાયા છે.


કહેવાઇ રહ્યું છે કે, રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરા માટે અહીં એક જાહેર સભા બોલાવી હતી. અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હજાર હતા. માહિતી અનુસાર રેલીમાં ખુબ ઓછા આવ્યા હતા અને ખુરશીઓ ખાલી હતી. પત્રકારોએ આ ખાલી ખુરશીઓના ફોટા પાડવાનું શરૂ કર્યુ તો ભડકેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પત્રકારો પર હુમલો કરી દીધો હતો. જેમાં કેટલાય પત્રકારો ઘાયલ થયા હતા અને નજીકની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.