સુરત: અત્યાર સુધી ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 16 બેઠકોનાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ તેમાં સુરતનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે સુરતમાં બીજેપી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન મહેશ સવાણીને ટીકિટ આપશે તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી છે.




મહેશ સવાણી પાટીદાર સમાજનાં આગેવાન છે. તેમણે અનામત આંદોલનમાં જ્યારે હાર્દિક પટેલ જેલમાં બંધ હતો ત્યારે પણ સરકાર તરફથી મધ્યસ્થી કરી હતી.



જો સમીકરણની વાત કરીએ તો સુરતનાં લોકસભાની જે બેઠક છે તેમાં સુરતીઓની સાથે પાટીદારોનું પણ ઘણું મહત્વ છે. વરાછા, કતારગામ, પશ્ચિમ બાજુનો વિસ્તાર પણ આ બેઠકમાં છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો અને સૌરાષ્ટ્રનાં લોકો વસે છે. ચર્ચા એવી ચાલી રહી છે કે, સુરતમાંથી દર્શના જરદોષની ટિકિટ કપાઈ શકે છે.



મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી જ અમારી ભારતીય જનતા પાર્ટી છે. હું માત્ર પાટીદારોનો જ નહીં પરંતુ દરેક સમાજનો માણસ છું. જો મને ભાજપ ટિકિટ આપશે તો હું ચોક્કસ જોડાઈશ.