મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. જે સમયે આખું બોલિવૂડ હોળી મનાવવામાં વ્યસ્ત હતું ત્યારે તે પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે ગોવા પહોંચી હતી. ઐશ્વર્યા અને અભિષેકની ગોવાની રજાઓની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.



ગોવાની એક તસવીર જોઈને એવી અટકળો લગાવામાં આવી રહી છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર પ્રેગ્નેટ છે. તસવીરમાં ઐશ્વર્યા અભિષેક સાથે બીચ પર ફરી રહી છે અને તેમાં તેનું પેટ થોડુંક ફૂલેલું જોવા મળી રહ્યું છે. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ ગઈ છે.



સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન બીજા બાળકને જન્મ આપી શકે છે. એક ઉત્સાહિત ફેને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને એમ પણ કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે ઐશ્વર્યા વધુ એક બાળકની માતા બને. ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા અને વર્ષ 2011માં તેણે દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.