નવી દિલ્હીઃ વર્ષ 2014માં ફરીથી સંસદ પહોંચેલ 153 સાંસોદની સરેરાશ સંપત્તિમાં 142 ટકાનો વધારો નોંધાયો છે અને આ પ્રતિ સાંસદ સરેરાશ 13.32 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ યાદીમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા, બીજેડી સાંસદ પિનાકી મિશ્રા અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે ટોપ પર છે. ઈલેક્શન વોચ એન્ડ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર, પાંચ વર્ષમાં (2009થી 2014) 153 સાંસદોની સરેરાશ સંપત્તિ વૃદ્ધિ 7.81 કરોડ રૂપિયા રહી.


સ્વતંત્ર સાર્વજનિક સંશોતન ગ્રુપે 2014માં ફરીથી ચૂંટાયેલ 153 સાંસોદ તરફતી સોંપવામાં આવેલ નાણાંકીય વિવરણોની તુલના કરી છે. સંશોધનમાં જાણવા મળ્યું કે, આ સાંસદોની વર્ષ 2009માં સરેરાશ સંપત્તિ 5.5 કરોડ રૂપિયા હતી જે બે ગણીથી વધારે વધીને સરેરાશ 13.32 કરોડ રૂપિયા થઈ ગઈ.



સાંસદોમાં સૌથી વધારે સંપત્તિ વૃદ્ધિ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાની થઈ છે. વર્ષ 2009માં તેમની સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા હતી, જે 2014માં વધીને 131 કરોડ રૂપિયા થઈ ગઈ. બીજૂ જનતા દળ (બીજદ)ના પિનાકી મિશ્રાની સંપત્તિ 107 કરોડ રૂપિયાથી વધીને 137 કરોડ રૂપિયા થઈ ગઈ.



સંપત્તિ વૃદ્ધિના મામલે ત્રીજું સ્થાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની સુપ્રિયા સુલેનું છે. 2009માં તેની સંપત્તિ 51 કરોડ રૂપિયા હતી, જે 2014માં વધીને 113 કરોડ રૂપિયા હતી. આ મામલે ટોચના 10 સાંસદોમાં શિરોમણિ અકાલી દળની હરસિમરત કૌર બાદલ છઠ્ઠા સ્થાન પર અને ભાજપના વરૂણ ગાંધી 10માં સ્થાન પર છે. વરૂણે 2009માં પોતાની સંપત્તિ ચાર કરોડ રૂપિયા દર્શાવી હતી, જે 2014માં વધીને 35 કરોડ રૂપિયા થઈ ગઈ.



પાર્ટીના સ્તર પર ભાજપના 72 સાંસદોની સંપત્તિમાં 7.54 કરોડ રૂપિયાનો સરેરાશ ઉઠાળો નોંધાયો છે. જ્યારે કોંગ્રેસના 28 સાંસોદની સંપત્તિમાં સરેરાશ 6.35 કરોડ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. ટોચના નેતાઓમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની સંપત્તિ 2009માં બે કરોડ રૂપિયા હતી જે વધીને 2014માં સાત કરોડ રૂપિયા થઈ ગઈ.