સુરતઃ નવસારી લોકસભા બેઠક પર 25 ઉમેદવારો રેસમાં હતાં. જેમાં ત્રણ મહિલાઓમાંથી એક હીરામણીબેન દીનદયાળ શર્માએ પણ ઉમેદવારી નોંધાવી હતી. નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારી હીરામણીબેન શર્મા સામે છેતરપિંડીનો ગુનો પુણા પોલીસમાં નોંધાયો હતો.



સાડી પર જોબવર્ક કરાવી રૂપિયા ન દેવાનો રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના ઉમેદાવાર હીરામણીબેન સામે 3 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે કલમ 406, 409, 420 અને 420 B હેઠળ ધરપકડ કરી હતી.


હાઈકોર્ટમાં અગાઉ હીરામણીબેને જામીન અરજી કરી હતી પરંતુ તે રદ થતાં પુણા પોલીસે કાયદેસરના પગલાં લીધા હતાં. ધરપકડ થતાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.