જયપુરઃ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે ગુરુવારે રમાયેલ આઈપીએલના મેચમાં એક એવી ઘટના જોવા મળી જે 15 વર્ષમાં ક્યારેય જોવા નથી મળી. વિશ્વભરમાં કેપ્ટન કૂલના નામથી જાણીતા સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સામાં લાલધૂમ થયા હતા. મેચમાં બેન સ્ટોક્સનો કમર ઉપરનો ફૂલ ટોસ હતો, જેને અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો-બોલ આપ્યો હતો. પરંતુ લેગ-અમ્પાયર બ્રુસ ઓક્સનફર્ડે કોઈ સિગ્નલ ન આપતા તેણે ઉલ્હાસના નિર્ણયને ચેન્જ કર્યો હતો.



આથી ગુસ્સે ભરાયેલ એમએસ ધોની મેદાને આવી ગયો હતો. હા કેપ્ટ્ન કુલ મેદાને આવીને આ અંગે દલીલ કરવા લાગ્યો હતો કે પહેલા અમ્પાયરે નો-બોલ આપ્યા પછી નિર્ણય કઈ રીતે ફેરવી શકે છે? ધોનીએ ગાંધેને સિગ્નલ આપતા જોયો હતો અને તેનો પક્ષ હતો કે અમ્પાયર આમ પોતાનો નિર્ણય ચેન્જ કરે તે ખોટું છે. ધોની સાથે રાજસ્થાન રોયલ્સના કેટલાક ખેલાડીઓ પણ અંગે ચર્ચા કરવા અમ્પાયર પાસે આવી ગયા હતા.



ધોની આ નો-બોલ અંગે મેચ પછી ફરિયાદ કરી શકતો હતો. આ આઇપીએલમાં આ પહેલા કોહલી પણ મેચ રેફરીને આ રીતે અમ્પાયરિંગની ફરિયાદ કરી ચૂક્યો છે. એક વાર બેટ્સમેન આઉટ થઇ જાય પછી તેને ગ્રાઉન્ડમાં પાછો પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. ઇએસપીએનના કમેન્ટેટર રૌનક કપૂરે કહ્યું હતું કે, "ધોની માટે પણ એ જ નિયમ લાગુ પડે છે જે નિયમ અન્ય ખેલાડીઓ માટે લાગુ પડે છે."