રાયપુર: છત્તીસગઢમાં ભાજપનો સફાયો થયો છે. કોગ્રેસ સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવશે. ભાજપ અહી સરકાર હોવા છતાં ફક્ત 15 બેઠકોમાં સમેટાતી જોવા મળી રહી છે. છત્તીસગઢ વિધાનસભાની 90 બેઠકોમાંથી  કૉંગ્રેસ 67 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપ 15 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 8 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી રમનસિંહે ભાજપની કારમી હારની જવાબદારી સ્વીકારી હતી.


રાજનાંદગાંવથી મુખ્યમંત્રી રમનસિંહે જીત મેળવી હતી.  છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની 90 બેઠકો માટે બે ચરણમાં 12 નવેમ્બર અને 20 નવેમ્બરના મતદાન થયું હતું. જેમાં રાજ્યની 76.60 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

-રાજનાંદગાંવમાં મુખ્યમંત્રી ડો રમનસિંહ પાછળ ચાલી રહ્યા છે જ્યારે કોગ્રેસ ઉમેદવાર કરુણા શુક્લા આગળ છે.

છત્તીસગઢ વિધાનસભાની આ ચોથી ચૂંટણી છે. આ પહેલા ત્રણ ચૂંટણીમાં ભાજપ જીત મેળવી છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. રાજ્યમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટક્કર થતી હોય છે પરંતુ આ વખતે અજીત જોગીની પાર્ટીએ માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરી મુકાબલાને ત્રીકોણીય જંગ બનાવી દિધો છે. ઘણી બેઠકો પર મુકાબલો રોચક થઈ ગયો છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર બતાવવામાં આવી રહી છે.