નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે ઉત્તર પૂર્વી દિલ્હીથી કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિતના સમર્થનમાં રોડ શો કર્યો. આ દરમિયાન તેઓએ વડાપ્રધાન મોદીના પડકરા પર પલટવાર કર્યો.


પ્રિયંકાએ કહ્યું કે, "આ દિલ્હીની છોકરી ખુલ્લો પડકાર ફેંકી રહી છે. ચૂંટણીના અંતિમ બે તબક્કા નોટબંધી, જીએસટી, મહિલાઓની સુરક્ષા પર લડીને દેખાડો. તમે જે આખા દેશના યુવાનોને ખોટાં વાયદાઓ કર્યા હતા, તે વાયદાઓ પર લડીને દેખાડો." મોદીએ મંગળવારે ઝારખંડમાં કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના માન સન્માનમાં અંતિમ બે તબક્કાની ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.


દિલ્હીની સાતેય સીટ પર છઠ્ઠા તબક્કામાં 12 મેનાં રોજ મતદાન થવાનું છે. ભાજપે આ સીટ પરથી હાલના સાંસદ મનોજ તિવારી અને આપે દિલીપ પાંડેને ટિકિટ આપી છે.

આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ સાઉથ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર બોક્સર વિજેન્દર સિંહ માટે પણ રોડ શો કર્યો હતો.


રાબડી દેવીએ PM મોદીને જલ્લાદ ગણાવી શું કહ્યું ? જાણો વિગત

ખોટા વાયદા માટે નહીં પણ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યોઃ ગૌતમ ગંભીર