નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા ઓલરાઉન્ડર કેદાર જાધવને આઈપીએલમાં રમતી વખતે થયેલી ઈજાએ ટીમ ઈન્ડિયામાં ચિંતા વધારી દીધી હતી. પરંતુ હવે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના મુખ્ય પસંદગીકર્તાએ કહ્યું કે, ઓલ રાઉન્ડર કેદાર જાધવની ઈજા વધારે ગંભીર નથી.


એક ક્રિકેટ વેબસાઇટના રિપોર્ટ મુજબ, પૈટ્રિક ફહાર્તે સિલેક્શન કમિટીને સકારાત્મક રિસપોન્સ આપ્યો છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે 22 મેના રોજ વિશ્વકપ માટે રવાના થતા પહેલા જાધવ ફિટ જઈ જશે.

ICCના નિયમો પ્રમાણે 30 મેથી શરૂ થતા વિશ્વકપ પહેલા 23 મે સુધી 15 ખેલાડીઓના લિસ્ટમાં બદલાવ કરી શકાય છે. ભારતીય ટીમ 22 મેના રોજ ઇંગ્લેન્ડ રવાના થશે પરંતુ તે પહેલા કેદાર ફિટ થઈ જવાની આશા છે.

આઈપીએલમાં ચેન્નાઈ માટે આખરી લીગ સ્ટેજમાં રમતી વખતે કેદારને ઇજા થઈ હતી. જાધવને ઇજા થયા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે, ખભામાં પરેશાનીના કારણે તે આઈપીએલની બાકીની મેચમાં ટીમનો હિસ્સો નહીં હોય.

ભારતીય ટીમ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામેની સામેથી વર્લ્ડકપના અભિયાનનો પ્રારંભ કરશે. પરંતુ જો ત્યાં સુધીમાં જાધવ ફિટ નહીં થાય તો તેના સ્થાને રિષભ પંત, અંબાતી રાયડુ, અક્ષર પટેલ, નવદીપ સૈની જેવા ખેલાડીઓને મોકો મળી શકે છે.

ખોટા વાયદા માટે નહીં પણ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યોઃ ગૌતમ ગંભીર

રાબડી દેવીએ PM મોદીને જલ્લાદ ગણાવી શું કહ્યું ? જાણો વિગત