ઉંઝાઃ ડોક્ટર આશાબેન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં ખાલી પડેલી ઉંઝા વિધાનસભા બેઠક પર 23મી એપ્રિલે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના ઉમેદવાર આશા પટેલ સામે કોંગ્રેસે કે.એમ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.


આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાં ઉમેદવારની પસંદગીને લઈને છેલ્લા ઘણાં સમયથી મથામણ ચાલી રહી હતી. આશા પટેલ ભાજપમાં જોડાયા પછી સ્થાનિક કાર્યકરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આશા પટેલને ઉમેદવાર ન જાહેર કરવા માટે દબાણ કર્યું હતું.



જોકે, આજે આશાબેન પટેલ વિજય મૂહુર્તમાં ઉમેદવારી નોંધાવવાના છે. કે.એમ. પટેલ કડવા પાટીદાર આંટા સમાજના છે. તેમજ સ્થાનિક આગેવાન છે. એટલું જ નહીં, તેઓ ઉમિયા માતા ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે.