અમદાવાદ: કોંગ્રેસે સોમવારે રાત્રે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતની લોકસભાની નવ સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાં એક સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.




છેલ્લા ઘણાં દિવસોથી મહેસાણા બેઠકને લઈને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયેલું હતું જોકે સોમવારે મોડી સાંજે કોંગ્રેસે મહેસાણા બેઠકના ઉમેદવારની જાહેરાત કરી હતી. મહેસાણા બેઠક પરથી એ.જે.પટેલ ચૂંટણી લડશે. જોકે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.



મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસે મોડી રાત્રે નિવૃત્ત આઈએએસ અધિકારી એ.જે.પટેલના નામની જાહેરાત કરી છે.



એ.જે.પટેલ ભૂતકાળમાં એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પણ રહી ચૂક્યા છે.



તેમની રાજકીય ભૂમિકામાં તેઓ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પણ રહ્યા છે. તેઓ 84 ગામ પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ રહ્યા છે જ્યાં તેમણે 15 વર્ષ સુધી સેવા આપી છે.