બનિહાલઃ શ્રીનગર-જમ્મુ હાઈવે પર બે દિવસ પહેલા એક કારમાં વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. બનિહાલ પાસે જ્યારે સીઆરપીએફનો કાફલો હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક એક કારમાં ધમાકો થયો હતો. કાફલામાં સામેલ એક બસને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં કારમાં સિલિન્ડર ફાટવાના કારણે ધમાકો થયો હોવાનું સામે આવ્યું હતું.


જે બાદ પોલીસે બનિહાલમાં સીઆરપીએફના કાફલા નજીક થયેલા બ્લાસ્ટના આરોપની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપી શોપિયાનો નિવાસી હોવાનું જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું.

સુરક્ષા દળના કાફલા સાથે કોઈ પણ સામાન્ય નાગરિકને કાર લઈ જવાની અનુમતિ નથી. પુલવામાં હુમલા બાદ જાહેર થયેલી એસઓપી અનુસાર સુરક્ષાદળોની મૂવમેન્ટ દરમિયા કોઈ પણ સામાન્ય વાહનને હાઈવે પર ચલાવવા પર પ્રતિબંધ લાદવમાં આવ્યો હતો.


જમ્મુ-કાશ્મીરઃ બનિહાલમાં CRPFનો કાફલો હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક કારમાં થયો વિસ્ફોટ

વધતી ઉંમરથી પરેશાન થયા અમિતાભ બચ્ચન, ફોટો શેર કરીને જણાવ્યું આ દુઃખ

અશ્વિનના ફોટા સાથે ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડીએ કરી શરમજનક હરકત, જુઓ વીડિયો

અમદાવાદમાં યલો એલર્ટ જાહેર, ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, જુઓ વીડિયો