BJPના ચૂંટણી ઢંઢેરા પર અહમદ પટેલનો કટાક્ષ, કહ્યું- આ કરતા........
abpasmita.in | 08 Apr 2019 05:57 PM (IST)
ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભાની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરા પર આ બાબતે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો માત્ર અસત્યનો ફુગ્ગો છે. અહમદ પટેલે ભાજપના ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધતા કહ્યું, ભાજપના મેનિફેસ્ટોમાં ફક્ત એક જ વ્યક્તિની તસવીર છે. ભાજપે મેનિફેસ્ટોના બદલે "માફીનામા" જાહેર કરવું જોઈએ.'
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભાની ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરા પર આ બાબતે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો માત્ર અસત્યનો ફુગ્ગો છે. અહમદ પટેલે ભાજપના ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધતા કહ્યું, ભાજપના મેનિફેસ્ટોમાં ફક્ત એક જ વ્યક્તિની તસવીર છે. ભાજપે મેનિફેસ્ટોના બદલે "માફીનામા" જાહેર કરવું જોઈએ.' કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ કરી કહ્યું, મોદીજી જુમલાઓની ખેતી કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ ટ્વિટ કરીને ભાજપના ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધ્યું હતું. અહેમદ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના મેનિફેસ્ટોના મૃખપૃષ્ઠની તસવીર પરથી જ બંને વચ્ચેનો તફાવત સમજી શકાય છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કોંગ્રેસ અને ભાજપના મેનિફેસ્ટોનું મુખપૃષ્ઠ પોસ્ટ કરીને લખ્યું કે, 'કોંગ્રેસ અને ભાજપના મેનિફેસ્ટોનો તફાવત મુખપૃષ્ઠ પરથી જ જોઈ શકાય છે. અમારા મેનિફેસ્ટોમાં લોકોનું ટોળું છે, જ્યારે ભાજપના મેનિફેસ્ટોમાં ફક્ત એક જ વ્યક્તિની તસવીર છે. ભાજપે મેનિફેસ્ટોના બદલે "માફીનામા" જાહેર કરવું જોઈએ.'