મુંબઈઃ ઇંગ્લેન્ડની મેજબાનીમાં આગામી આઈસીસી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત 15 એપ્રિલના રોજ થશે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહીલ આગામી સોમવારે મુંબઈમાં બેઠક કરશે.



સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, વિરાટની સાથે આ કમિટી બેઠક બાદ જ ટીમની જાહેરાત કરવામાં આવશે. વર્લ્ડ કપનો પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રીકાની વચ્ચે 30 મેના રોજ રમાશે અને વર્લ્ડ કપની ફાઈનલ 14 જુલાઈના રોજ રમાશે.



2 વખથ ચેમ્પિયન ભારતની સંભવિત ટીમ જોકે નક્કી જ માનવામાં આવી રહી છે પરંતુ નંબર-4 માટે ક્યા ખેલાડીને તક આપવામાં આવશે તે આ બેઠકમાં ચર્ચાનો મોટો મુદ્દો હશે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ મેચ સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ 5 જૂનના રોજ રમશે.

કહેવાય છે કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અંબાતી રાયડુ/લોકેશ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, બુમરાહનો સમાવે થાય તેવી સંભાવના છે.