કોંગ્રેસના હાર્દિક પટેલે પણ સોશિયલ સાઈટ ટ્વિટર પર પોતાના નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો હતો. હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો છે. હાર્દિક જ્યારે નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ લખાવ્યો ત્યારે તેમની ખૂબ ટીકા થઈ હતી. હાલ એવું જાણવા મળે છે કે, સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓ થયા બાદ હાર્દિકે કંટાળીને ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવી લીધો હતો.
સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલનો એક ફોટો વાયરલ થયો છે. તેમાં હાર્દિક હેલીકોપ્ટરમાં ફરી રહ્યો છે અને નીચે લખ્યું છે કે, દેશનો પહેલો એવો ‘બેરોજગાર’ જે હેલિકોપ્ટરમાં ફરી રહ્યો છે. આ પોસ્ટ વાયુવેગે વાયરલ થયા બાદ હાર્દિક પટેલ પર ખુબ ફીટકાર વરસી હતી.
આ સમગ્ર ઘટનાથી કંટાળીને હાર્દિકે સોશિયલ મીડિયામાં ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો હતો. હાર્દિકના વાયરલ થયેલા ફોટા પર ગુરુવારે નીતિન પટેલે પણ હાર્દિક પટેલને ટોણો માર્યો હતો.