કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં આદેશમાં કહેવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનાં ચકન-દા-બાગ અને સલામાબાદમાં એલઓસી વેપારને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી તે રિપોર્ટના આધાર પર કરવામાં આવી છે કે પાકિસ્તાન સ્થિત તત્વો દ્વારા હથિયારો, નશીલા પદાર્થો અને નકલી નોટો ફેલાવવા માટે આ વેપાર માર્ગનો દુરઉપયોગ કરે છે. એલઓસી વેપાર અત્યારે બારામૂલા જિલ્લાનાં ઉરીનાં સલામાબાદમાં અને પુંછ જિલ્લાનાં ચકન-દા-બાગમાં 2 વેપારી કેન્દ્રોથી સંચાલિત થાય છે.
આ વેપાર અઠવાડિયામાં 4 દિવસ હોય છે અને આ બાર્ટર સીસ્ટમ અને ડ્યૂટી ફ્રી પર આધારિત છે. સરકારે નિવેનદનમાં કહ્યું કે એક મજબૂત દિશા-નિર્દેશ અને અમલીકરણ સીસ્ટમ પર કામ ચાલી રહ્યું છે અને આને અલગ અલગ એજન્સીઓની સલાહથી લાગુ કરવામાં આવશે.