અમરેલી: સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુઘાતની કાર અકસ્માત નડ્યાની ઘટના સામે આવી હતી. બેફામ ગતિએ આવતાં ટ્રકે પ્રભાત દુઘાતની કારને પાછળથી ટક્કર મારી હતી. જોકે પ્રતાપ દુઘાતને કોઈ ઈજા પહોંચી ન હતી. સાવરકુંડલા વિજપડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતાં.
સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકંડુલાના વિજપડી પાસે પોતાની કાર લઈને પસાર થતાં હતાં. આ સમયે પાછળથી આવી રહેલા ટ્રકે પ્રભાત દુધાતની કારને ટક્કર મારી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.
જોકે, આ અકસ્માતમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતને કોઈ ઇજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં જ નજીકના લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા. અકસ્માતમાં કારના પાછળનો ભાગ તૂટી ગયો હતો.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપ કોટડીયા, કેસૂર ભેડા સહિતના કોંગી નેતાનો આ અકસ્માતમાં બચાવ થયો હતો.
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની કારનો થયો ભયાનક અકસ્માત, જાણો વિગત
abpasmita.in
Updated at:
13 Apr 2019 09:47 AM (IST)
સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુઘાતની કાર અકસ્માત નડ્યાની ઘટના સામે આવી હતી. બેફામ ગતિએ આવતાં ટ્રકે પ્રભાત દુઘાતની કારને પાછળથી ટક્કર મારી હતી. જોકે પ્રતાપ દુઘાતને કોઈ ઈજા પહોંચી ન હતી. સાવરકુંડલા વિજપડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -