નવી દિલ્હીઃ આરસીના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ હાલમાં ખૂબ જ તણાવમાં જીવી રહ્યા છે. તેને આઈપીએલ 2019માં પોતાની ટીમ અને બીમાર પિતા બન્નેને પોતાની સેવાઓ આપવી પડી હી છે. પાર્થિવ પટેલના પિતા બ્રેન હેમરેજને કારણે ફેબ્રુઆરીથી અમદાવાદની એક હોસ્પિટલમાં ભરતી છે. આ કારણે પાર્થિવ પટેલ મેચ પૂર્ણ થયા બાદ અમદાવાદ આવે છે અને શરૂ થયા પહેલા પરત જાય છે. ટીમ તરફથી તેને આ માટે વિશેષ પરવાગની આપવામાં આવી રહી છે.




ફેબ્રુઆરીની શરૂઆતમાં પાર્થિવ પટેલે ટ્વિટર પર પિતાનાં સ્વાસ્થ્યને લઇને લખ્યું હતુ કે, ‘કૃપા કરીને મારા પિતા માટે પ્રાર્થના કરો. તેઓ બ્રેન હેમરેજનો સામનો કરી રહ્યા છે.’ હવે 2 મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે, પરંતુ તેના પિતાનું સ્વાસ્થ્ય સુધર્યું નથી. તેઓ અત્યારે ICUમાં છે અને કોમામાં અંદર-બહાર થતા રહે છે. પાર્થિવ પટેલ દરેક મેચ પતાવ્યા બાદ અમદાવાદ આવે છે અને મેચ ચાલુ થાય તે પહેલા ટીમ સાથે જોડાય છે.



પાર્થિવ પટેલે કહ્યું કે, “જ્યારે હું રમી રહ્યો હોઉં છું તો મારા મગજમાં કંઇપણ ચાલતુ નથી, પરંતુ એકવાર મેચ પૂર્ણ થયા બાદ મારું દિલ ઘરે પહોંચી જાય છે. દિવસની શરૂઆત પિતાનું સ્વાસ્થ્ય પુછવાથી થાય છે. ડૉક્ટર્સ સાથે સંપર્કમાં રહેતા રહેતા કેટલીકવાર મારે મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે છે.”

તેણે કહ્યું કે, “મને યાદ છે કે એદ દિવસ પિતા અચાનક પડી ગયા, ત્યારથી 12 દિવસ હું તેમની સાથે ICUમાં હતો. હું 10 દિવસ સુધી ઘરે પણ નહોતો જઇ શક્યો. ત્યારે મુશ્તાકઅલી ટૂર્નામેન્ટ ચાલી રહી હતી અને હું ઘણી મેચો રમી શક્યો નહોતો.”