નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં 16 ઉત્તર પ્રદેશના અને 5 મહારાષ્ટ્રના ઉમેદવારોના નામ છે. કૉંગ્રેસે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સુલ્તાનપુર બેઠકથી સંજય સિંહને ટિકિટ મળી છે. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીપ્રકાશ જાયસ્વાલને કાનપુરની સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.


કેજરીવાલે હરિયાણામાં ગઠબંધન માટે રાહુલ ગાંધીને કરી વિનંતી, જાણો શું કહ્યું

લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ, જાણો
પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને મહારાષ્ટ્રના સોલાપુર પર ટિકિટ મળી છે. તે સિવાય પ્રિયા દત્તને મુંબઈ-નોર્થ સેન્ટ્રલથી, મિલિંદ દેવડાને મુંબઈ દક્ષિણથી, નાગપુર સીટથી નાના પટોલે ને ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠક છે. અહીં 11, 18, 23 અને 29 એપ્રિલે ચાર ચરણોમાં ચૂંટણી યોજાવાની છે.