કાલાહાંડીઃ ઓડિશાના કાલાહાંડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને બીજેડી પર આકરા પ્રહાર કર્યા હતા.  પીએમે કહ્યું કે, કોંગ્રેસ અને બીજેડીએ ગરીબોને ગરીબ જ રાખ્યા અને તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે કર્યો. દાના માંઝીનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, ન જાણે કેટલાય દાના માંઝીને એમ્બ્યુલન્સ નહીં મળી હોય.


પીએમ મોદીએ કહ્યું કે, તમે તમારા આ પ્રધાનસેવકને 5 વર્ષ પહેલા દિલ્હીની ગાદી સોંપીને સેવા કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લા 5 વર્ષથી મેં એક પણ રજા લીધા વગર કામ કર્યું છે. એક એક ક્ષણનો ઉપયોગ દેશ સેવા માટે કર્યો છે.


દેશ હિતમાં લીધેલા મોટા ફેંસલામાં મારો સાથ આપવાનો હોય કે સ્થાનિક ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાનું હોય, ઓડિશાની જનતા પૂરી તાકાતથી તેના ચોકીદાર સાથે ઉભી છે. છેલ્લા પાંચ વર્ષમાં આડિશાના આશરે 8 લાખ ગરીબ પરિવારોને ઘર મળી ચુક્યા છે. ઓડિશામાં 24 લાખ ઘરોને મફત વીજળી કનેક્શન મળી ચુક્યા છે.

કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 'જન આવાજ' નામ સાથે રોજગાર-ખેડૂત અને મહિલાઓ પર કર્યુ ફોકસ

મહેસાણા બેઠક પર કોંગ્રેસે કયા પાટીદાર નેતાને આપી ટીકિટ, ઓળખો આ પાટીદાર નેતા કોણ છે ?  

PM મોદી ક્યાંથી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ? જુઓ વીડિયો