લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને 'જન આવાજ' નામ આપ્યુ છે. હમ નિભાયેંગાના નારા સાથે પાર્ટીએ રોજગાર, ખેડૂતો અને મહિલાઓ પર ફોકસ કર્યુ છે.
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં રોજગારને લઇને ખાસ જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 22 લાખ ભરતીઓ કરવાની વાત કહી હતી.
2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ન્યાય યોજના વિશે મોટી જાહેરાત કરી હતી
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ ટૉપ રાખ્યા, બન્ને કેટેગરી માટે ખાસ જાહેરાત કરી હતી