અમદાવાદ: ઠાકોર સેનાને કોંગ્રેસ પાર્ટીમાં અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર પ્રકરણ મામલે 48 કલાક બાદ કોંગ્રેસનું હાઇકમાન્ડ હરકતમાં આવ્યું છે. દિલ્હીથી કોંગ્રેસ હાઇકમાન્ડ સમગ્ર વિવાદનો અહેવાલ માંગ્યો છે.




અલ્પેશ ઠાકોરના રાજીનામા મુદ્દે પક્ષ વિરૂદ્ધ નિવેદન કરવા બદલ તેને સસ્પેન્ડ કરી શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ નેતાગીરી પાસે અહેવાલ માંગ્યો છે. અલ્પેશ ઠાકોરે જે રીતે કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડ્યા ત્યાર બાદ તેમણે બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓ વિરૂદ્ધ નિવેદનો આપ્યા હતા.



આ ઉપરાંત દિલ્હી હાઈકમાન્ડને રિપોર્ટ આપ્યો છે પરંતુ અલ્પેશને સસ્પેન્ડ કરવો કે નહીં તે અંગે પણ અસમંજસ છે. અલ્પેશ ઠાકોરના રાજીનામાનો મુદ્દો ઉપરાંત અગાઉ જે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું આ તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રદેશ નેતાગીરી પાસે અહેવાલ માંગવામાં આવ્યો છે.



અલ્પેશ ઠાકોરના રાજીનામા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોરનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. અલ્પેશ ઠાકોર બિહારના સહ પ્રભારી અને રાષ્ટ્રીય સચિવ હોવાના કારણે અલ્પેશના રાજીનામા મુદ્દે અંતિમ નિર્ણય તો હાઈકમાન્ડ જ કરશે.