નવી દિલ્હીઃ ચૂંટણી બોન્ડની માન્યતાને લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પક્ષ બોન્ડ દ્વારા મળેલ દાનની વિગત ચૂંટણી પંચને આપવી પડશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, તમામ રાજકીય પાર્ટીઓએ 15 મે સુધી મળનારા દાનની વિગતો 30 મે સુધીમાં ચૂંટણી પંચને સીલબંધ કવરમાં આપવાની રહેશે.
જોકે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે ચૂંટણી સુધી સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ નહીં કરવાની વિનંતી કરી હતી.
આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પારદર્શક રાજનીતિક ફંડ માટે શરૂ કરવામાં આવેલી ચૂંટણી બોન્ડ સ્કિમમાં બોન્ડ ખરીદનારની ઓળખ જાહેર નથી થતી તો ચૂંટણીમાં કાળાનાણાના ઉપયોગ પર અંકૂશનો સરકારનો પ્રયાસ નિરર્થક રહેશે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડની તરફેણ કરી છે. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ ઇલેક્ટોરલ બોન્ડ અંગે કોઈ આદેશ ન કરે.
એટર્ની જનરલ કે કે વેણુગોપાલે એવું પણ કહ્યું કે ચૂંટણી બોન્ડ રાજકીય દાન માટે પારદર્શકતા તેમજ જવાબદારી નક્કી કરવાની દિશામાં મોટું પગલું છે. તેમનો દાવો હતો કે ચૂંટણી બોન્ડ પહેલા મોટા ભાગનું ભંડોળ રોકડમાં લેવામાં આવતું હતું, જેનાથી હિસાબ વગરનું ફંડ ચૂંટણીમાં આવતું હતું.
‘ચૂંટણી બોન્ડ’ પર SCનો મોટો નિર્ણયઃ 30 મે સુધીમાં દાનની વિગતો આપે રાજકીય પાર્ટીઓ
abpasmita.in
Updated at:
12 Apr 2019 11:31 AM (IST)
ચૂંટણી બોન્ડની માન્યતાને લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પક્ષ બોન્ડ દ્વારા મળેલ દાનની વિગત ચૂંટણી પંચને આપવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -