Bypolls Result 2024 Live: બંગાળમાં TMCનું ક્લિન સ્વીપ, તો હિમાચલમાં MPથી તમિલનાડુ સુધી 'INDIA'નો જાદૂ

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની શાનદાર જીત થઇ છે. જાણીએ વધુ અપડેટ્સ

gujarati.abplive.com Last Updated: 13 Jul 2024 03:32 PM

બ્રેકગ્રાઉન્ડ

Bypoll Election Results: પશ્ચિમ બંગાળમાં ચાર, ઉત્તરાખંડમાં બે, પંજાબમાં એક, હિમાચલ પ્રદેશમાં ત્રણ, બિહારની એક, તમિલનાડુની એક અને મધ્ય પ્રદેશની એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. પશ્ચિમ બંગાળની રાયગંજ,...More

પેટાચૂંટણીમાં એનડીએને મોટો ઝટકો લાગ્યો

13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. બંગાળની ચાર બેઠકોમાંથી ટીએમસીએ ત્રણ બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક પર તેની લીડ છે. એ જ રીતે હિમાચલમાં કોંગ્રેસે બે બેઠકો જીતી છે જ્યારે ભાજપે એક બેઠક જીતી છે. મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવાર આગળ છે. બિહારની રૂપૌલી સીટ પરથી અપક્ષો આગળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં ડીએમકેના ઉમેદવારને લીડ મળી છે, જ્યારે પંજાબમાં AAPને જીત મળી છે.