ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીએ થોડા મહિનાઓ પહેલા કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારે રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે ડાન્સર સપના ચૌધરી કૉંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ ત્યારબાદ સપના ચૌધરીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે તે કોઈપણ પાર્ટીમાં સામેલ નથી થઈ.
બાદમાં તેણે દિલ્હી ભાજપના અધ્યક્ષ અને અભિનેતા મનોજ તિવારી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સપના ચૌધરીની ભાજપમાં સામેલ થવાની અટકળો શરૂ થઈ હતી. પરંતુ તેણે પાર્ટીની સદસ્યતા નથી લીધી. સપના ચૌધરી ભાજપ માટે પ્રચાર કરી રહી છે. ભાજપને મનોજ તિવારીને પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે.
યુવાન સ્ટેડિયમમાં IPL મેચ જોઈ રહ્યો ને પાછળથી કઈ અભિનેત્રી એની ઉપર પડી પછી શું થયું, જાણીને ચોંકી જશો