ભિવાનીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલની શસ્ત્ર પૂજા પર થયેલી નિવેદનબાજીને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ  રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. રાજનાથ સિંહે કહ્યું શસ્ત્ર પૂજામાં ઓમ ન લખું તો શું લખું? હરિયાણાની ભિવાનીમાં રેલીને સંબોધતા રાજનાથે કહ્યું, દશેરા પર શસ્ત્રપૂજાની પરંપરા છે. જ્યારે મેં રાફેલ પર ઓમ લખ્યો તો લોકો પૂછવા લાગ્યા તમે ઓમ કેમ લખ્યો. હું રાહુલજીને પૂછવા માંગુ છું કે શસ્ત્રપૂજામાં ઓમ ન લખું તો શું લખું.


આ ઉપરાંત તેમેણે જમ્મુ-કાશ્મીર મુદ્દાને લઈ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છુ કે શું તેઓ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઈચ્છું છે?


શું છે મામલો

રાફેલની ડિલિવરી લેતી વખતે રક્ષામંત્રી રાજનાથ સિંહે વિમાનની શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે વિમાન પર ઓમ લખ્યું હતું. આ ઉપરાંત રાજનાથ સિંહે નારિયેળ વધેર્યું અને રાફેલ વિમાનના ટાયર નીચે લીંબુ પણ મુક્યું હતું. જે બાદ વિવાદ શરૂ થયો હતો.

કોંગ્રેસે કરી હતી નિંદા

કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ રાજનાથ સિંહના આ પગલાની નિંદા કરી હતી. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે, વિજયાદશમીને રાફેલ એરક્રાફ્ટ સાથે જોડવું ઠીક નથી. રાફેલને એક તહેવાર સાથે જોડવામાં આવી રહ્યું છે. આ સરકારની સમસ્યા છે કે તેઓ કાર્યક્રમને નાટકીય અંદાજ આપે છે પરંતુ કંઈ કરતા નથી.

રાખી સાવંતે કરવા ચોથનું વ્રત રાખી શું કહ્યું ? જાણો વિગતે

નડિયાદઃ મહિના પહેલાં લગ્ન કરનારી યુવતીને પતિ વિધી માટે લઈ ગયો, યુવતીએ ભૂવા સાથે માણ્યું સેક્સ અને....

અનિલ કુંબલેને ‘જંબો’ ઉપનામ કોણે આપ્યું ? જાણીને ચોંકી જશો