નવી દિલ્હીઃ ICCના નિમયો તોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, હવે આ મામલે યુએઇ ક્રિકેટ ટીમના કેપ્ટન સહિત ત્રણ ખેલાડીઓનુ નામ બહાર આવ્યુ છે. કેપ્ટન મોહમ્મદ નવીદ સહિત ત્રણ ખેલાડીઓને બુધવારે આઇસીસીએ સસ્પેન્ડ કરી દીધા છે. આ ત્રણેય ખેલાડીઓ ઉપર નિયમોની ઐસીતૈસી કરીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે.


ICCના નિયમો તોડવાના મામલે યુએઇના કેપ્ટન મોહમ્મદ નવીદ, બેટ્સમેન શેમાન અનવર અને ફાસ્ટ બૉલર કાદીર અહેમદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અજમન લીગ મારફતે ક્રિકેટમાં ભાગ લેવા વાળા એક અન્ય મેહરદીપ છાયાકર પર આઇસીસીએ સહયોગ કરવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે.



આઇસીસીએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, યુએઇના ખેલાડીઓ અને અજમાનમાંથી ક્રિકેટમાં ભાગ લેવા વાળા એક અન્ય વ્યક્તિ પર ક્રિકેટના ભ્રષ્ટાચાર રોધી નિયમોનુ ઉલ્લંઘનના 13 આરોપો લગાવવામાં આવ્યા છે, અને ખેલાડીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.