કૉંગ્રેસ સાથે ગઠબંધન પર બોલ્યા કેજરીવાલ, કહ્યું- દેશને મોદી- શાહની જોડીથી બચાવવા કંઈ પણ કરવા તૈયાર
abpasmita.in | 14 Apr 2019 05:14 PM (IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું, દેશને મોદી અને અમિત સાહની જોડીથી બચાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું, દેશને મોદી અને અમિત સાહની જોડીથી બચાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. ગઠબંધન પર કેજરીવાલે કહ્યું, દેશ ખતરામાં છે. દેશને મોદી અને અમિત શાહની જોડીથી બચાવવા માટે અમે કંઈ પણ કરવા તૈયાર છીએ. અમારા પ્રયાસ છેલ્લે સુધી ચાલું રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી દિલ્હીમાં કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં બંને પાર્ટી તરફથી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ દિલ્હીની સાત લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટી પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુક્યું છે.