નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમનો મુદ્દો ફરી એક વખત વિવાદનું કારણ બન્યો છે. પહેલાં તબક્કાના મતદાન પછી કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ સાથે લગાવવામાં આવેલા VVPATના રિએક્શન ટાઈમ અને તેમાંથી નીકળતી ચિઠ્ઠી વિશે ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, ઈવીએમની સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેના કારણે ખોટા VVPATથી ખોટા નામની ચિઠ્ઠી નીકળી રહી છે. વિપક્ષીઓએ હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવાનું નક્કી કર્યું છે.


ચંદ્રાબાબુ નાયડૂએ શું કહ્યું ?

ઇવીએમને લઇને વિપક્ષ સાથે બેઠક બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે ઇવીએમ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટમાં જઇશું. ઘણા ઓછા દેશ ઇવીએમનો ઉપયોગ કરે છે. આંધ્ર પ્રદેશની ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને હવે હું દેશ માટે ચૂંટણીમાં પારદર્શકતા માટે લડી રહ્યો છું. VVPAT પાછળ આટલા નાણાં કેમ ખર્ચવામાં આવે છે, જ્યારે તેને ગણવામાં જ નહીં આવે.


ઉલ્લેખનીય છે કે, ચંદ્રબાબુ નાયડૂ શનિવારે ઇવીએમની ફરિયાદને લઇને દિલ્હી પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી ગુરુવારે પહેલાં તબક્કાના મતદાન દરમિયાન કથિત રીતે મોટી સંખ્યામાં ખરાબ થયેલા ઇવીએમ મુદ્દે વાત કરી હતી. નાયડૂએ કહ્યું કે, આ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે સૂત્રોના હવાલાથી દાવો કર્યો કે, આંધ્ર પ્રદેશમાં પહેલાં તબક્કા દરમિયાન 4583 ઇવીએમમાં ખામી જોવા મળી હતી.


અભિષેક મનુ સિંઘવીએ શું કહ્યું ?

લોકતંત્ર બચાવો નામથી રવિવારે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ સહિત અનેક નેતાઓએ દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા તથા વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, ઈવીએમમાં વોટ નાંખ્યા બાદ બટન દબાવવામાં આવ્યું તો VVPAT મશીનથી નીકળેલી ચિઠ્ઠી માત્ર 3 સેકંડ માટે જ જોવા મળી હતી. સિંઘવીએ કહ્યું કે આ ખૂબ ઓછો સમય છે, જેને વધારીને  સેંકડ કરવો જોઈએ.

મશીનોની ડિઝાઇન એવી છે કે વોટ માત્ર બીજેપીને જ જાયઃ કેજરીવાલ

AAPનાં સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીધી રીતે ઈવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે, મશીનોમાં ગડબડી નથી તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ મશીનોની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે વોટ માત્ર બીજેપીને જ જાય છે.

રાજકોટઃ કોગ્રેસ પરિવારવાદની પાર્ટીઃ મુખ્યમંત્રી રૂપાણી