નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર આધારિત બનેલી ફિલ્મના રીલિઝ અગાઉ જ ખૂબ ચર્ચા છે. ફિલ્મને  લોકસભા ચૂંટણી અગાઉ પાંચ એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવશે. દિલ્હી હાઇકોર્ટે લોકસભા ચૂંટણી અગાઉ પીએમ નરેન્દ્ર મોદીની રીલિઝ પર રોક લગાવવાની  માંગણી કરતી એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. પરંતુ દિલ્હી હાઇકોર્ટે લોકસભા ચૂંટણી પરિણા આવતા સુધીમાં પીએમ નરેન્દ્ર મોદીની રીલિઝ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.

ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ અનૂપ જયરામ ભમ્ભાનીની  બેન્ચે સુનાવણીમાં અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં 17મી સામાન્ય ચૂંટણી દરમિયાન ફિલ્મા રીલિઝ થવાની સ્થિતિમાં આદર્શ આચાર સંહિતાનો  ભંગ થવાની વાત કરતા ફિલ્મ પર પરિણામો સુધીમાં પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. ફિલ્મમાં વિવેદ ઓબેરોય, નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી રહ્યા છે.


નોંધનીય છે કે અનેક વિપક્ષ પાર્ટીઓએ વડાપ્રધાન મોદીની ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. કોગ્રેસે આ મામલે ચૂંટણી  પંચમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં વડાપ્રધાન મોદીની ફિલ્મને પરિણામો આવ્યા બાદ રીલિઝ કરવાની માંગ કરી હતી. જેના પર ચૂંટણી પંચે ફિલ્મના નિર્માતાઓને નોટિસ આપી જવાબ માંગ્યો છે. ફિલ્મને મેરી કોમ અને સરબજીત ફેમ ઓમંગ કુમાર નિર્દેશન કરી રહ્યા છે.